શાળાઓ અને ક્લાસિસ માટે

હાથે લખેલા ઉત્તરપત્રો, મિનિટોમાં ચેક.

ClassPulse તમારા આખા વર્ગના ઉત્તરપત્રો પ્રશ્ન પ્રમાણે ચેક કરે છે. પેપર તપાસવામાં જતા કલાકો બચે છે, અને વર્ગ ક્યાં અટકે છે તે સ્પષ્ટ દેખાય છે.

આ કઈ રીતે કામ કરે છે

  1. પ્રશ્નપત્ર અપલોડ કરો. અલગથી આન્સર કી બનાવવાની જરૂર નથી — માર્કિંગ સ્કીમ તમારા જ પેપરમાંથી બને છે.
  2. વિદ્યાર્થીઓ પોતાના પેપરનો ફોટો મોકલે છે. કશું ઇન્સ્ટોલ કરવું પડતું નથી. અથવા સ્ટાફ એકસાથે સ્કેન કરી આપે.
  3. એ જ દિવસે માર્ક્સ અને ફીડબેક. દરેક પ્રશ્ન પર, દરેક વિદ્યાર્થી માટે.
  4. છેલ્લો નિર્ણય તમારો. શિક્ષક મંજૂરી ન આપે ત્યાં સુધી કોઈ માર્ક વિદ્યાર્થી સુધી જતો નથી.

ગુજરાત બોર્ડનું પેપર, એની જ રીતે

GSEB નું પેપર અને CBSE નું પેપર એકસરખાં હોતાં નથી. માર્કિંગ સ્કીમ તમારા જ પ્રશ્નપત્રમાંથી બનતી હોવાથી ધોરણ ૧૦ કે ૧૨ નું બોર્ડ પેપર એની પોતાની રચના પ્રમાણે ચેક થાય છે — બીજા બોર્ડના ઢાંચામાં બેસાડવામાં આવતું નથી.

ગુજરાતી લખાણ પણ વંચાય છે

ગુજરાતીમાં લખેલા જવાબ સીધા વંચાય છે. અને વિદ્યાર્થીઓ ખરેખર જેમ લખે છે — ગુજરાતીમાં સમજૂતી અને વચ્ચે અંગ્રેજી પારિભાષિક શબ્દો — તે પણ સામાન્ય છે, અપવાદ નહીં.

માર્ક્સ કઈ રીતે અપાય છે

જે વંચાય નહીં તેના પર અનુમાન કરાતું નથી. પાનું અસ્પષ્ટ હોય તો કયો ભાગ વાંચી શકાયો નથી તે જણાવાય છે અને એ પ્રશ્ન શિક્ષક માટે છોડી દેવાય છે. માર્ક ઘડી કાઢવામાં આવતો નથી. આ જ સૌથી મોટો ફરક છે.

ખર્ચ કેટલો?

પહેલું પેપર મફત — તમારા જ વિદ્યાર્થીઓના અક્ષરો પર, કશું નક્કી કરતાં પહેલાં. પછી કેટલાં પાનાં ચેક થયાં એ પ્રમાણે, દર મહિને, સેટઅપ ફી નહીં અને બંધન પણ નહીં. વિગત અહીં.

તમારા જ એક પેપર પર અજમાવી જુઓ.

તમે પહેલેથી ચેક કરેલું પેપર મોકલો અને અમારા માર્ક્સ તમારા માર્ક્સની બાજુમાં જુઓ. પહેલું પેપર મફત.

મારું પેપર ચેક કરો →

વોટ્સએપ પર લખો, અમે એ જ દિવસે જવાબ આપીએ છીએ.